ગુજરાતમાં શિયાળાની જમાવટ

12 December, 2014 05:30 AM IST  | 

ગુજરાતમાં શિયાળાની જમાવટ

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા એકથી બે દિવસ દરમ્યાન હજી પણ ઠંડીમાં વધારો થાય એવી પૂરી શક્યતા છે. ઠંડીના આ દોર પછી ગુજરાતમાં શિયાળાનું વાતાવરણ પૂરેપૂરું બંધાઈ જશે. ગઈ કાલે ગુજરાતમાં ઠંડીની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં દેખાઈ હતી.ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ ઠંડું શહેર કચ્છ જિલ્લાનું નલિયા રહ્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન બુધવાર કરતાં લગભગ ૩ ડિગ્રી એકઝાટકે ઓછું થઈ ગયું હતું. ભુજમાં પણ કંઈક એવો જ માહોલ રહ્યો હતો અને બુધવારની સરખામણીમાં તાપમાન પોણાત્રણ ડિગ્રી ઘટીને ૧૦.૧ ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતનાં અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો ગઈ કાલે જૂનાગઢમાં ૧૦.૪ ડિગ્રી, જામનગરમાં ૧૦.૯ ડિગ્રી, રાજકોટમાં ૧૨.૩ ડિગ્રી, ડીસા અને કંડલામાં ૧૨.૫ ડિગ્રી, પોરબંદરમાં ૧૩.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૫.૪ ડિગ્રી, અમદાવાદમાં ૧૬.૨ ડિગ્રી અને સુરતમાં ૧૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

બેનાં મોત

ઠંડીના કારણે છેલ્લા અડતાલીસ કલાકમાં જૂનાગઢમાં એક અને રાજકોટમાં એકનું મોત થયું છે