ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર

19 November, 2012 07:13 AM IST  | 

ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર



ઉત્તરીય પવનોને કારણે ગુજરાતમાં શિયાળો હવે પૂરા રંગમાં આવ્યો છે જેને કારણે માત્ર ચોવીસ કલાકમાં જ ગુજરાતના લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘હવે પવનની દિશા ઉત્તરની છે એટલે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. આવતા બેથી ત્રણ દિવસમાં વધુ ઠંડી પડવાના ચાન્સિસ પણ છે જેને કારણે ગુજરાતનું ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૦થી ૧૨ ડિગ્રી થવાની શક્યતા છે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર લખપત રહ્યું હતું. લખપતનું મિનિમમ ટેમ્પરેચર ૧૦.૪ ડિગ્રી નોંધાયું હતું; જ્યારે વલસાડમાં ૧૨.૧, અમદાવાદમાં ૧૨.૫, ગાંધીનગરમાં ૧૩, નલિયામાં ૧૩.૪, જૂનાગઢમાં ૧૩.૭, મહુવામાં ૧૩.૯, અમરેલીમાં ૧૪, વડોદરામાં ૧૪.૩, સુરતમાં ૧૭.૩, રાજકોટમાં ૧૭.૮ અને ભુજમાં ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.