મહુવા, અમરેલી અને જામનગર ૧૩.૮ ડિગ્રી

09 November, 2012 05:20 AM IST  | 

મહુવા, અમરેલી અને જામનગર ૧૩.૮ ડિગ્રી

ગુજરાતના હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ઉત્તરના પવનો ગુજરાત આવતાં હોવાથી ઠંડી વધી રહી છે. સામાન્ય રીતે ઉત્તરના પવનો ડિસેમ્બરમાં આવતા હોય છે, પણ આ વખતે એક મહિનો પહેલાં એ પવન આવવા શરૂ થઈ ગયા છે, જેને કારણે પંદરમી નવેમ્બર સુધીમાં ગુજરાતનું ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૨થી ૧૩ ડિગ્રી જેટલું થવાની સંભાવના છે.’

ગઈ કાલે ગુજરાતમાં અમરેલી, મહુવા અને જામનગરનું મહત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રી હતું, જ્યારે ગાંધીનગરમાં ૧૪.૮, નલિયામાં ૧૫, અમદાવાદમાં ૧૫.૨, ડીસા અને ભાવનગરમાં ૧૫.૭, વડોદરામાં ૧૬.૨, રાજકોટ અને સુરતમાં ૧૮ અને ભુજમાં ૨૧.૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું.