દિવાળી પર ગુજરાતમાં ટેમ્પરેચર ૧૨ ડિગ્રી થઈ જશે એવી શક્યતા

06 November, 2012 05:41 AM IST  | 

દિવાળી પર ગુજરાતમાં ટેમ્પરેચર ૧૨ ડિગ્રી થઈ જશે એવી શક્યતા

ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ઉત્તરીય પવનો વહેલા આવવા શરૂ થયા હોવાથી ગુજરાતમાં દિવાળી સુધીમાં ઠંડી ૧૨ ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે. ખાસ કરીને કચ્છ, અમરેલી, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડીની અસર વધુ દેખાશે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર અમરેલી હતું. અમરેલીમાં લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયામાં ૧૪.૨, ડીસામાં ૧૫.૬, મહુવામાં ૧૫.૯, વડોદરામાં ૧૬, અમદાવાદમાં ૧૬.૨, કંડલામાં ૧૭, વલ્લભવિદ્યાનગરમાં ૧૭.૨, રાજકોટમાં ૧૭.૩, સુરેન્દ્રનગરમાં ૧૭.૪, ભુજમાં ૧૯.૨ અને સુરતમાં ૨૦ ડિગ્રી મહત્તમ ટેમ્પરેચર નોંધાયું હતું.