ગુજરાતમાં ઠંડી વધી

01 November, 2012 05:21 AM IST  | 

ગુજરાતમાં ઠંડી વધી



ઉત્તરીય પવનોના કારણે ગુજરાતમાં દિવસે-દિવસે ઠંડી વધતી જાય છે. ગઈ કાલે ગુજરાતમાં વધુ એક વાર એકથી અઢી ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘પવનની દિશા હવે ઉત્તરની હોવાથી ઠંડી વધે એવી શક્યતા છે. આવતા અઠવાડિયાથી ગુજરાતમાં દસ ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય એવા ચાન્સિસ છે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર કચ્છ જિલ્લાનું લખપત રહ્યું હતું. લખપતનું મિનિમમ ટેમ્પરેચર ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું; જ્યારે વલસાડમાં ૧૪.૬ ડિગ્રી, નલિયામાં ૧૫.૨ ડિગ્રી, જૂનાગઢમાં ૧૫.૪ ડિગ્રી, અમરેલીમાં ૧૫.૮ ડિગ્રી, અમદાવાદ અને મહુવામાં ૧૫.૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૬ ડિગ્રી, બરોડામાં ૧૮.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૯.૨ ડિગ્રી, સુરતમાં ૨૦.૩ અને ભૂજમાં ૨૧ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.