લખપતમાં નોંધાયું ૧૩.૭ ડિગ્રી ટેમ્પરેચર આવતા વીકથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે

31 October, 2012 05:15 AM IST  | 

લખપતમાં નોંધાયું ૧૩.૭ ડિગ્રી ટેમ્પરેચર આવતા વીકથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે



ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ઉત્તરીય પવનોની આવવા શરૂ થતાં હવે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આવતા વીકથી ગુજરાતમાં ઉત્તરના પવન પૂર્ણ ગતિએ આવે એટલી શક્યતા હોવાથી ઠંડી હવે વધે એવા ચાન્સિસ પણ છે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર કચ્છનું લખપત રહ્યું હતું. લખપતનું મિનિમમ ટેમ્પરેચર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું; જ્યારે વલસાડમાં ૧૫, ગાંધીનગરમાં ૧૫.૨, નલિયામાં ૧૫.૭, અમરેલીમાં ૧૫.૯, અમદાવાદ અને ડીસામાં ૧૭.૪, વડોદરામાં ૧૮.૫, કંડલામાં ૧૮.૮, રાજકોટમાં ૧૮.૯, સુરતમાં ૨૦.૧ અને ભુજમાં ૨૧.૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.