હાંજા ગગડાવે એવી ઠંડી પડશે ગુજરાતમાં

09 December, 2014 05:10 AM IST  | 

હાંજા ગગડાવે એવી ઠંડી પડશે ગુજરાતમાં

આમ પણ ગુજરાતમાં ઉત્તરોત્તર ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, પણ ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર આ વીક દરમ્યાન ગુજરાતના લઘુતમ તાપમાનમાં બેથી છ ડિગ્રી જેટલો ઘટાડો થાય એવી પૂરી શક્યતા છે.
ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર જૂનાગઢ રહ્યું હતું. જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૨.૩ ડિગ્રી નોંધાયું હતું; જ્યારે ગાંધીનગરમાં ૧૨.૫ ડિગ્રી, નલિયામાં ૧૩.૬ ડિગ્રી, અમદાવાદમાં ૧૪.૩ ડિગ્રી, ડીસામાં ૧૪.૪ ડિગ્રી, અમરેલી અને રાજકોટમાં ૧૫ ડિગ્રી, વલસાડમાં ૧૫.૧ ડિગ્રી, બરોડામાં ૧૫.૬ ડિગ્રી, સુરતમાં ૧૬.૮ ડિગ્રી અને ભુજમાં ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.ગઈ કાલે ગિરનાર પર્વત પર મિનિમમ ટેમ્પરેચર ઘટીને છેક ૬.૯ ડિગ્રી સુધી પહોંચ્યું હતું.