ગરમીનુ કમબેક:72 કલાક પછી ફરી હિટ વેવ, ફરી વધશે તાપમાન

05 May, 2019 12:20 PM IST  |  અમદાવાદ

ગરમીનુ કમબેક:72 કલાક પછી ફરી હિટ વેવ, ફરી વધશે તાપમાન

રાજ્યમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એકવાર ગરમી વધવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 72 કલાક બાદ ફરી રાજ્યમાં હિટ વેવ શરૂ થશે. અને તાપમાન ફરી ઉપર જશે.

હવામાન વિભાગે આગામી 72 કલાક બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સાના દરિયાકિનારે ત્રાટકેલ ફની વાવાઝોડાની આંશિક અસર ગુજરાતના હવામાન પર પણ થઈ હતી. રાજ્યમાં એકાદ બે ડિગ્રી ગરમી ઘટી હતી. ત્યાર બાદ રાજસ્થાનમાં નવી સિસ્ટમ સક્રિય થતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સહિત વરસાદ પણ ખબાક્યો હતો. જો કે આ 2 દિવસની રાહત બાદ હવે ફરી ગરમી વધશે.

આ પણ વાંચો: અંબાજીમાં કરા સાથે વરસાદ, કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી હિટ વેવ કહેર મચાવશે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ત્રણ દિવસ પારો થોડો નીચો રહેશે અને પછી ફરીથી હીટવેવ શરૂ થવાનું અનુમાન છે. જો કે હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસું નિયત સમયે જ શરૂ થવાની પણ આગાહી કરી છે.