રાજ્યમાં કમોસમી ઝાપટાં પડવાની શક્યતા

11 April, 2019 07:01 PM IST  | 

રાજ્યમાં કમોસમી ઝાપટાં પડવાની શક્યતા

એક તરફ રાજ્યમાં આકરી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે. પરંતુ સાથે સાથે ખેડૂતોને નુક્સાન પણ થઈ શકે છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી ઝાપટાં પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે. હવામાન વિભાગની માહિતી મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરવાસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે. જેને લઈ આગામી 15મી એપ્રિલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનું વાતાવરણ બદલાઈ શકે છે. દરિયા તરફથી આવતા પવન ફૂંકાતા વાતાવરણ વાદળછાયું બની રહ્યું છે. પરિણામે ઉત્રત ગુજરાતમાં છૂટા છવાયા કમોસમી માવઠાં થવાની શક્યતા વર્તાઈ રહી છે.

તો બીજ તરફ રાજ્યમાં સતત ગરમી વધી રહી છે. આગામી 72 કલાક સુધી હજીય રાજ્યમાં ગરમીનો પારો ઉપર જઈ શકે છે. અમદાવાદમાં 42, ગાંધીનગર 42 ડિગ્રી, ભૂજ 41,રાજકોટ 40, વડોદરા 40, અમરેલી 40, આણંદ 40, ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.