10 February, 2019 11:13 AM IST | અમદાવાદ
ગાંધીનગરમાં ઠંડીનો કહેર
રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ સમાપ્ત જ નથી થઈ રહ્યો. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાન ફરી ગગડ્યું છે. ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. અને આગામી બે દિવસ હજી રાજ્યમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી છે. અમદાવાદમાં શનિવારે તાપમાન 8.1 ડિગ્રી હતું. તો ગાંધીનગરમાં તાપમાનનો પારો 6.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. બીજી તરફ ડીસામાં પણ તાપમાન 6.6 ડિગ્રી નોંધાયું. ગાત્રો થીજવતી ઠંડીને કારણે રાજ્યભરમાં નાગરિકો ઠૂંઠવાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ મુંબઈ: 6 વર્ષની સરખામણીમાં આજે રાત્રે સૌથી ઓછું તાપમાન નોંધાઈ શકે છે
રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી ઠંડીથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી. હવામાન વિભાગે કોલ્ડ વેવની સાથે હજીય ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે, જેને કારણે તાપમાન નીચું જ રહેશે. આગામી બે દિવસ હજી ઠંડીનો ચમકારો અનુભવાશે. તો હવામાન વિભાગની આગાહી પ્રમામે રાજ્યના પોરબંદર, સુરેન્દ્રનગર, સુરત, વલસાડ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે