પોરબંદરના કૉન્ગ્રેસ સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ ગન બતાવી ટોલનાકાના સ્ટાફને ધમકાવ્યો, જુઓ તસવીર

13 October, 2012 04:12 AM IST  | 

પોરબંદરના કૉન્ગ્રેસ સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ ગન બતાવી ટોલનાકાના સ્ટાફને ધમકાવ્યો, જુઓ તસવીર




વિઠ્ઠલ રાદડિયા પોતાની ઇનોવા કારમાં બુધવારે રાત્રે ૧.૫૩ વાગ્યે ભરથાણા ગામ પહોંચ્યા હતા અને ટોલનાકા પર તેમણે પોતાનું સંસદસભ્યનું આઇડેન્ટિટી કાર્ડ દેખાડ્યું હતું, પણ એ કાર્ડ ઝેરોક્સ હોવાથી ટોલ-કલેક્ટરે ઓરિજિનલ કાર્ડ માગતાં વિઠ્ઠલ રાદડિયા ગુસ્સે ભરાયા હતા. રાદડિયાએ પોતાની ગાડીમાંથી બંદૂક લાવીને કર્મચારી સામે તાકી હતી.

આ બાબતમાં વિઠ્ઠલ રાદડિયા સાથે ‘મિડ-ડે’એ વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હકીકત એ છે કે નાકે બેઠેલા માણસો બહુ તોછડા હતા અને ગંદી ભાષામાં વાત કરતા હતા એથી મને ગુસ્સો આવ્યો હતો.’

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન