બજેટ સત્ર પહેલા રૂપાણી કેબિનેટમાં થશે ફેરફાર, આમને મળી શકે સ્થાન

11 June, 2019 11:31 AM IST  |  ગાંધીનગર

બજેટ સત્ર પહેલા રૂપાણી કેબિનેટમાં થશે ફેરફાર, આમને મળી શકે સ્થાન

બજેટ સત્ર પહેલા રૂપાણી કેબિનેટમાં થશે ફેરફાર

પાટનગરથી મળી રહેલા અહેવાલો પ્રમાણે જુલાઈ 2 થી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા રૂપાણી મંત્રી મંડળમાં મહત્વના ફેરફારો થઈ શકે છે. ભાજપના પ્રદેશ હોદ્દેદારોની ટર્મ પણ પુરી થઈ રહી છે. જેથી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જીતુ વાઘાણીના સ્થાને બીજું કોઈ આવી શકે છે.

નવી કેબિનેટમાં આમને મળી શકે સ્થાન
જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવીને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. સાથે અલ્પેશ ઠાકોર કે જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે પણ ભાજપમાં હજી સુધી જોડાયા નથી, તેમણે પણ સ્થાન મળી શકે છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને પણ કેસરિયો ખેસ ધારણ કરવાનું ઈનામ મળી શકે છે.

કેટલાક મંત્રીઓ મુકાઈ શકે છે પડતા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં સભ્યોની સંખ્યામાં કોઈ વધારો નહીં થાય. જેનો અર્થ એ થાય છે કે કેટલાક મંત્રીઓ પડતા મુકાઈ શકે છે.

ભાજપના સંગઠનમાં થઈ શકે ફેરફાર
હાલ 2022 સુધી રાજ્યમાં કોઈ મહત્વની ચૂંટણી નથી આવી રહી. જેને જોતા ભાજપ સંગઠનમાં પણ મહત્વના ફેરફારો કરે તેવી શક્યતાઓ છે.

વાઘાણી, જાડેજાના મળી શકે આ સ્થાન
પ્રદીપસિંહ જાડેજાને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી બઢતી આપી કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવશે એવી જાણકારી મળી રહી છે, જ્યારે બીજેપી હાઈ કમાન્ડને અનુકૂળ આવે એવા નેતા અને પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીને ગૃહ રાજ્યપ્રધાનનો કાર્યભાર સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ પ્રદીપસિંહ જાડેજા કૅબિનેટ પ્રધાન અને જિતુ વાઘાણી ગૃહરાજ્ય પ્રધાન બને એવી શક્યતા

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના ગઠન બાદ હવે ગુજરાત બીજેપીએ પણ પ્રધાનમંડળના વિસ્તરણની તૈયારીઓ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીમાં કૉંન્ગ્રેસમાં કરેલી તોડફોડના ભાગરૂપે કૉંન્ગ્રેસ છોડી બીજેપીમાં આવેલા નેતાઓને આપવામાં આવેલાં વચન પ્રમાણે પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે. આ ઉપરાંત બીજેપી હાઈ કમાન્ડના વિશ્વાસુ રહેલા પ્રદીપસિંહ જાડેજાને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી બઢતી આપી કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવશે એવી જાણકારી મળી રહી છે, જ્યારે બીજેપી હાઈ કમાન્ડને અનુકૂળ આવે એવા નેતા અને પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીને ગૃહ રાજ્યપ્રધાનનો કાર્યભાર સોંપવામાં આવી શકે છે.

Vijay Rupani Jitu Vaghani Gujarat BJP gujarat Alpesh Thakor