વિજય રૂપાણીએ પતંગ ચગાવ્યા પછી પત્ની માટે ફીરકી પકડી

15 January, 2017 06:00 AM IST  | 

વિજય રૂપાણીએ પતંગ ચગાવ્યા પછી પત્ની માટે ફીરકી પકડી



અમદાવાદમાં પોળની ઉતરાણ ફેસમ છે અને પોળનાં છાપરાં અને ધાબાં પરથી પતંગ ચગાવવાની મજા જ કંઈક ઓર હોય છે ત્યારે અમદાવાદના ખાડિયામાં આવેલી કામેશ્વરની પોળમાં વિજય રૂપાણી ગઈ કાલે સવારમાં પતંગ ચગાવવા પહોંચી ગયા હતા. બે કલાક સુધી તેમણેે પતંગ ચગાવી હતી.

જમાલપુર-ખાડિયા મતવિસ્તારના BJPના વિધાનસભ્ય ભૂષણ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિજયભાઈસાહેબ તેમનાં પત્ની અંજુભાભી અને દીકરા ઋષભ સાથે અમારી પોળમાં ઉતરાણ ઊજવવા આવ્યા હતા. સાહેબે ચાર–પાંચ પતંગ ચગાવી હતી તેમ જ અંજુભાભીએ પણ પતંગ ચગાવી હતી ત્યારે વિજયભાઈસાહેબે ફીરકી પકડી હતી. તેઓએ ચિક્કી અને તલસાંકળી ખાધી હતી.’

અમિત શાહે પણ ચગાવી પતંગ


BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈ કાલે અમદાવાદના નારણપુરામાં BJPના કાર્યકરો સાથે પતંગ ચગાવીને ઉતરાણ ઊજવી હતી. અમિત શાહે ચિક્કી ખાઈને મોઢું મીઠું કર્યું હતું.