વડોદરા : MS યુનિ.ના બોયઝ હોસ્ટેલમાં વિજિલન્સ ટીમની ચેકિંગથી દોદધામ

02 May, 2019 12:13 PM IST  |  બરોડા

વડોદરા : MS યુનિ.ના બોયઝ હોસ્ટેલમાં વિજિલન્સ ટીમની ચેકિંગથી દોદધામ

MS યુનિવર્સિટી, બરોડા

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. એમ.એસ. યુનિવર્સિટી મોટા ભાગે પોલિટીક્સને લઇને ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે બુધવારે આ એમ.એસ. યુનિવર્સિટી ફરી ચર્ચાના ચકડોળે ચળી હતી. જ્યા વિજિલન્સની ટીમ અને પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કરવામાં આવ્યું હતું.


વિજિલન્સ અને પોલીસ ટીમની તપાસ દરમ્યાન હોસ્ટેલમાં ઘણા ગેરકાયદેસર રીતે રહેતા વિધાર્થીઓ રહેતા હોવાની વિગતો સામે આવી હતી. આ તપાસ દરમ્યાન ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : India Smartcity Award:33 શહેરની યાદીમાં રાજકોટ-વડોદરાની પસંદગી

ગેરકાયદે રહેતા વિધાર્થીઓને પોલીસે મેથીપાક આપ્યો હતો
MS યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલમાં વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીની ટીમ દ્વારા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમ. એસ. યુનિવર્સિટીમાં બનેલી ઘટનાને લઈ વિજિલન્સ અને સયાજીગજ પોલીસે બોયઝ હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. ગેરકાયદે રેહતા વિધાર્થીને વિજિલન્સ ઓફિસરે મેથીપાક ચખાડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વડોદરાની MS યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં ગેરકાયદે રીતે વિદ્યાર્થીઓ રહેતા હોવાની માહિતી મળતા વિજિલન્સ અને સયાજીગજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ અને હોસ્ટેલમાં આકસ્મિક ચેકિંગ કર્યુ હતુ જેમાં ગેરકાયદે રહેતા અને હોસ્ટેલમાં જ અડ્ડો જમાવીને રહેતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. આવા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

baroda vadodara gujarat