...અને આવી રીતે રસ્તા પર આપ્યો બાળકને જન્મ

20 May, 2019 10:42 AM IST  |  વેરાવળ

...અને આવી રીતે રસ્તા પર આપ્યો બાળકને જન્મ

રસ્તા પર આપ્યો બાળકને જન્મ

વેરાવળઃ (મિડ-ડે પ્રતિનિધિ) વેરાવળના સવની ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા મુકેશ પરમારની પત્ની કાજલને પ્રસૂતિની પીડા ઊપડતાં એમ્બ્યુલન્સને તો બોલાવવામાં આવી પણ તેમના ઘર સુધી એ પહોંચી ન શકતાં એમ્બ્યુલન્સ-ઇન્ચાર્જ અને મેડિકલ ઑફિસરે પગપાળા જઈ કાજલની હેલ્થ જોઈ અને એ પછી તેને સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી, પણ ત્યાં સુધી કાજલ પહોંચે એ પહેલાં ડિલિવરીની અંતિમ ક્ષણો આવી જતાં તાત્કાલિક રસ્તા પર જ ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું અને આજુબાજુની મહિલાઓને બોલાવીને એક ખૂણામાં સાડીની આડશ ઊભી કરીને ડિલિવરી કરાવવામાં આવી.

ડિલિવરી દરમ્યાન કાજલે દીકરાને જન્મ આપ્યો જેને એમ્બ્યુલન્સના ઇન્ચાર્જે ‘પાથ’ નામ આપ્યું. અગાઉ પણ આ પ્રકારની ડિલિવરી થઈ છે, પણ મોટા ભાગના ક‌િસ્સામાં કાં તો અૅમ્બ્યુલન્સમાં ડિલિવરી થઈ છે અને કાં તો એમ્બ્યુલન્સની ગેરહાજરીમાં રિક્ષામાં કે છકડોરિક્ષામાં થઈ છે, પણ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની હાજરીમાં રસ્તા પર ડિલિવરી કરાવવામાં આવી હોય એવો કદાચ આ પ્રથમ કિસ્સો છે.

આ પણ વાંચો : જોકે એક્ઝિટ પોલ કહે છે, ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થશે

જોકે કાજલ અને તેના દીકરાને પછીથી હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં, જ્યાં બન્નેની તબિયત નૉર્મલ હતી અને ગઈ કાલે બન્નેને રજા આપવામાં આવી હતી.

veraval gujarat