પાટનગરમાં જામ્યો વસંતોત્સવ

14 March, 2023 10:58 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

દસ દિવસીય વસંતોત્સવમાં વિવિધ ગૃપો દ્વારા લોકનૃત્યો રજૂ કરવામાં આવી રહ્યાં છે

પાટનગરમાં જામ્યો વસંતોત્સવ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અત્યારે વસંત ખીલી ઊઠી છે ત્યારે અહીં આવેલા સંસ્કૃતિકુંજ ખાતે સાબરમતી નદીના કિનારે વસંતોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે, જેમાં દેશભરનાં લોકનૃત્યોનો નૃત્યમહોત્સવ ચાલી રહ્યો છે. દસ દિવસીય વસંતોત્સવમાં વિવિધ ગૃપો દ્વારા લોકનૃત્યો રજૂ કરવામાં આવી રહ્યાં છે.

ઓરિસ્સાનુ સાંબલપુરી નૃત્ય, પંજાબનું ભાંગડા, રાજસ્થાનનું કાલબેલિયા, છત્તીસગઢનું સેલા નૃત્ય, હરિયાણાનું લોકનૃત્ય, ગુજરાતનું ડાંગી નૃત્ય ઉપરાંત રાસ-ગરબા ઉપરાંત ગુજરાતની પરંપરાગત ભવાઈ અને કેરવા નૃત્યની કલાકારોએ પ્રસ્તુતિ કરીને કલારસિકોનાં દિલ જીતી લીધાં હતાં.

gujarat news ahmedabad gandhinagar Sabarmati Riverfront