વજુભાઈ વાળાને સતત સાતમી વખત મળી ટિકિટ

25 November, 2012 04:57 AM IST  | 

વજુભાઈ વાળાને સતત સાતમી વખત મળી ટિકિટ

મોટા ભાગના પૉલિટિકલ બિગ શૉટ્સ વજુભાઈને આ વખતે ટિકિટ નહીં મળે એવું ધારતા હતા પણ વજુભાઈને વિધાનસભાની ટિકિટ આપીને બીજેપીએ ફરી એક વાર સાબિત કર્યું કે વજુભાઈ ગુજરાતના રાજકારણમાં બહુ મહત્વનું નામ છે. આ અગાઉ વજુભાઈ છ વખત વિધાનસભા લડ્યા છે અને જીત્યા છે. આ વખતે આ તેમને સાતમી વાર ટિકિટ મળી છે. આ અગાઉ સાત વખત વિધાનસભા લડવાનો વિક્રમ માત્ર બીજેપીના સિનિયર નેતા અશોક ભટ્ટને નામે હતો. કૉન્ગ્રેસમાંથી સૌથી વધુ વિધાનસભા ઇલેક્શન લડવાનો જશ માધવસિંહ સોલંકીને નામે છે. માધવસિંહ સોલંકીએ છ વખત ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન લડ્યું હતું. ૭૨ વષીર્ય વજુભાઈ વાળા પોતાની કરીઅરનાં ૨૭ વર્ષ ધારાસભ્ય રહ્યા છે. ધારાસભ્ય તરીકેની આ કરીઅર દરમ્યાન વજુભાઈએ ગુજરાત સરકારમાં રેવન્યુ, હોમ અને ફાઇનૅન્સ મિનિસ્ટ્રી પણ સંભાળી છે. આ ત્રણ ખાતાંમાં વજુભાઈ નાણાં ખાતાના એક્સપર્ટ રહ્યા છે. નાણાપ્રધાન વજુભાઈ વાળાએ પોતાની પૉલિટિકલ કરીઅર દરમ્યાન કુલ ૧૮ વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે, જે દેખાડે છે કે ૨૭ વર્ષની પૉલિટિકલ કરીઅર દરમ્યાન વજુભાઈ ૧૮ વર્ષ ફાઇનૅન્સ મિનિસ્ટરના પદ પર રહ્યા હતા.