વડોદરાથી પ્રશાંત પટેલને કોંગ્રેસની ટિકિટઃ કાર્યકરોએ કરી ઉજવણી

08 March, 2019 02:08 PM IST  |  વડોદરા | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

વડોદરાથી પ્રશાંત પટેલને કોંગ્રેસની ટિકિટઃ કાર્યકરોએ કરી ઉજવણી

પ્રશાંત પટેલ લડશે વડોદરાથી ચૂંટણી

વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા માટે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રશાંત પટેલને ટિકિટ મળી હોવાની જાણ થતા જ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પ્રશાંત પટેલને હાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી. પ્રશાંત પટેલે સ્થાનિક પ્રશ્નો, બેરોજગારી અને મહિલાના પ્રશ્નો સહિતના મુદ્દે લોકો સમક્ષ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચોઃ કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

કોણ છે પ્રશાંત પટેલ?
1997માં પ્રશાંત પટેલ એમ. એસ. યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. 2015ની સાલમાં અનુજ પટેલના રાજીનામા બાદ પ્રશાંત પટેલને વડોદરા કોંગ્રેસના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. એ સમયે તેઓ વડોદરામાં કોંગ્રેસના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. જ્યારે તેઓ પ્રેસિડેન્ટ બન્યા એ પહેલા 6 મહિનામાં ચાર પ્રેસિડેન્ટ બદલી ચુક્યા બાદ પ્રશાંત પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ અધ્યક્ષ બન્યા ત્યારે એ પહેલા 6 મહિનામાં 4 પ્રેસિડેન્ટ બદલી ચુક્યા હતા. જે બાદ પ્રશાંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

કોંગ્રેસે પહેલી યાદી કરી જાહેર

કોંગ્રેસે ગુજરાતની 4 અને ઉત્તરપ્રદેશની 11 બેઠકો માટે ઉમેદવારોના યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમાર, આણંદથી ભરતસિંહ સોલંકી, વડોદરાથી પ્રશાંત પટેલ, છોટાઉદેપુરથી રણજિત રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ રાયબરેલીથી સોનિયા ગાંધી અને અમેઠીથી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડશે.

congress vadodara Gujarat Congress gujarat