અમદાવાદમાં સાબરમતીના કાયાકલ્પ પછી હવે વડોદરામાં બનશે વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ

19 December, 2014 06:50 AM IST  | 

અમદાવાદમાં સાબરમતીના કાયાકલ્પ પછી હવે વડોદરામાં બનશે વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ


વડોદરા સુધરાઈએ શહેરમાં વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ૧૫૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાયની માગણી કરી છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ આગામી પાંચ વર્ષમાં કરવાનું આયોજન છે.

૭૦ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીનો ૨૫ કિલોમીટરનો હિસ્સો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે. આ ૨૫ કિલોમીટર પૈકીના ૧૭ કિલોમીટરના વિસ્તારમાં રિવર ફ્રન્ટના નર્મિાણનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ગઈ કાલે યોજાયેલી બેઠકમાં આ પ્રોજેક્ટના માસ્ટર-પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી.

ગાર્ડન્સ, વૉકવે, ચિલ્ડ્રન્સ એરિયા, જૉગિંગ ટ્રૅક, સમગ્ર વર્ષ દરમિયાન પાણીના સંગ્રહ માટે હાઇડ્રૉલિક ગેટ્સ વગેરેનો આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે.