ગુજરાતમાં માવઠાનો માર, ખેડૂતોના ઊભા પાકને નુકસાન

08 March, 2023 12:22 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં સોમવારે ૧૦૩ તાલુકાઓમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : ગુજરાતના ખેડૂતોનો માવઠાનો માર ઝીલવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સોમવારે ૧૦૩ તાલુકાઓમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ગુજરાતમાં કેરીના મોર ખરી પડ્યા; તો ચીકુ, મકાઈ, ઘઉં, ચણા, ઇસબગૂલ, જીરું સહિતના પાક બગડ્યા છે. 

gujarat news Gujarat Rains shailesh nayak commodity market