આ બાળલગ્ન નથી

14 December, 2014 05:25 AM IST  | 

આ બાળલગ્ન નથી


હૉર્મોન્સમાં રહેલી ડિફેક્ટને કારણે વરરાજા અને કન્યા બન્નેની ઊંચાઈનો અલ્પવિકાસ થયો હતો. પુષ્કળ પ્રયાસો કર્યા પછી પણ એમાં કોઈ વધારો નહોતો થતો. ઓછી ઊંચાઈને કારણે દીકરી અને દીકરાનાં મૅરેજ માટે પણ બહુ તકલીફ પડી રહી હતી. દીકરીનાં મૅરેજ માટે જેટલો ખર્ચ નહીં થયો હોય એટલો ખર્ચ જાહન્વીના પપ્પા ઘનશ્યામભાઈએ તેની ઊંચાઈ માટે કર્યો હતો. જોકે એ પછી પણ કોઈ ફરક પડ્યો નહીં અને અંતે નસીબજોગે બન્નેને એકબીજાને યોગ્ય કહેવાય એવું પાત્ર મળી ગયું.

મહાદેવે લગ્ન માટે અગાઉ ત્રીસથી વધુ છોકરી જોઈ હતી જ્યારે જાહન્વી માટે તેના ફૅમિલી-મેમ્બરો પણ પચીસથી વધારે છોકરા જોયા હતા.શુક્રવારે મૅરેજ કરનારાં મહાદેવ અને જાહન્વી આજે અમદાવાદનું સૌથી શૉર્ટ કપલ બની ગયું છે. બન્ને જ્યાં જાય છે ત્યાં લોકો તેમને નીરખી રહે છે. જાહન્વીએ કહ્યું હતું કે એક સમયે એવું લાગતું કે લોકો મને તાકી રહ્યા છે, પણ હવે જ્યારે પતિ સાથે હોઉં છું તો એવું લાગે છે કે લોકો અમને જોઈ રહ્યા છે.