ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ

14 June, 2019 06:40 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ગુજરાતના વિદ્યાર્થીઓના ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈને મહત્વનો નિર્ણય અને જાહેરાત ગુજરાત સરકારે કર્યો છે. જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં જન્મેલા હશે તેણે ડોમિસાઈલ સર્ટિફિકેટ નહીં લેવું પડે. આ સર્ટિફિકેટની જરૂર જે વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર જન્મ્યા હશે તેમણે જ આ સર્ટિફિકેટ લેવું પડશે. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે.

રાજ્યના વિદ્યાર્થીઓને થશે ફાયદો
NEET આધારિત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે ગુજરાતમાં જન્મેલા અને 10-12 ધોરણનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોય તેવા લોકોને મુક્તિ આપવામાં આવી છે. આની સાથે જ જેમના માતા-પિતા ગુજરાતમાં રહે છે પરંતુ જન્મ બહાર થયો છે તેવા જ વ્યક્તિને ડોમિસાઈલની જરૂર પડશે તેવું નીતિન પટેલે જાહેરાકમાં કહ્યું છે. મેડિકલ, ડેન્ટલ અને હોમિયોપેથી માટે આ નિયમ લાગુ પડશે. આ જાહેરાતના કારણે 10 હજારમાંથી 8 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે અને સર્ટિફિકેટમાંથી મુક્તિ મળશે.

દીવ દમણને મળી મેડિકલ કૉલેજ
કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ દમણ અને દાદરા નગર હવેલીને 150 બેઠકોની મેડિકલ કોલેજની મંજૂરી આપી છે. નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં કેન્દ્રશાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમને મેડિકલમાં ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે તેમને મેડિકલ કૉલેજ ફાળવી દીધી છે. અને સાથે જ ગુજરાત સરકારની વિનંતીને માન્ય રાખીને મેડિકલ કોલેજ માટે સેલવાસમાં ગુજરાત માટે 10 સીટોનો ક્વોટા રીઝર્વ રાખ્યો છે.

gandhinagar gujarat