Gujarat: 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

04 July, 2022 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૂરતમાં છ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સૂરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં મૉનસૂનની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે. આ સિવાય ઉત્તક ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. તે સમયે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગયા વર્ષે 3 જુલાઈ સુધી 16 ટકા વરસાદ પડ્યો. આ વર્ષે આ સસીઝનમાં મુશ્કેલથી પાંચ ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે. તો, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મૂશળધાર વરસાદની શક્યતા દર્શાવી છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૂરતમાં છ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સૂરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને સાવચેત રહેવાની આપવામાં આવી સલાહ
6 જુલાઈના બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહલ, વડોદરા, છોડાઉદેપુર, ભરૂચ, નર્મદા, સૂરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ અને 7 જુલાઈના વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની આશંકા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આનંદ, વડોદરા, ભરૂચ, સૂરત અને વલસાડ-નવસારીમાં ભારે વરસાદનો અનુમાન છે. 8 જુલાઈના બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડની સાથે-સાથે ભરૂચ અને સૂરતમાં ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદમાં લોકો વરસાદથી પરેશાન
અમદાવાદમાં લોકોને વરસાદ થકી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી, અમદાવાદ શહેરમાં 1.33 ઇન્ચની સાથે સીઝનનો માત્ર 4.27 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઇન્ચની સાથે સીઝનનો માત્ર 7.39 ટકા વરસાદ પડ્યો છે. જો કે, હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદમાં વધારો થશે. એક ખાનગી હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં મંગળવારે ભારે વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા મંગળવાર-બુધવારે 87 ટકા, ગુરુવારે 94 ટકા, શુક્રવાર-શનિવારે 65 ટકા અને રવિવારે 74 ટકા છે.

gujarat gujarat news Gujarat Rains