કચ્છના રણ ઉત્સવનો ધી એન્ડ

16 January, 2012 06:10 AM IST  | 

કચ્છના રણ ઉત્સવનો ધી એન્ડ

 

જ્યારે ગઈ કાલે ઇલા અરુણની ફોક કૉન્સર્ટ સાથે આ ઉત્સવનું સમાપન થયું હતું. સમાપન કાર્યક્રમ માટે નરેન્દ્ર મોદીએ પોતાનો મેસેજ મોકલ્યો હતો, જે બીજેપીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ ખાતાના પ્રધાન વાસણભાઈ આહિરે વાંચી સંભળાવ્યો હતો. એમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘અત્યારે ચાલી રહેલો રણ ઉત્સવ આખા વર્ષ દરમ્યાન ઊજવાતો રહે એ પ્રકારનું આયોજન કરવા માટે સરકાર કટિબદ્ધ છે. આવતાં ત્રણ વર્ષમાં એવો સમયગાળો આવશે કે રણ ઉત્સવ આખો વર્ષ ચાલતો હશે અને વિદેશીઓ કચ્છમાં ઘર ખરીદીને રહેવા માંડશે.’

જ્યુબિલી ગ્રાઉન્ડમાં યોજાયેલા સમાપન કાર્યક્રમમાં અઢીથી ત્રણ હજાર લોકોએ ભાગ લીધો હતો. ઇલા અરુણે પોતાની કૉન્સર્ટ શરૂ કરતાં પહેલાં કચ્છીમાં લોકોની સાથે વાતચીત કરી હતી અને કચ્છી ગીત પણ ગાયું હતું.

કૉન્સર્ટ માટે ભુજ આવેલાં ફોક સિંગર ઇલા અરુણ શનિવારે સાંજે જ ધોરડો ગયાં હતાં અને એક દિવસ માટે કચ્છની આ ટેન્ટ-સિટીમાં રોકાયાં હતાં.