ખોડલધામ પરિસરમાં ફરકાવવામાં આવ્યો ૧પપ૧ ફુટનો રાષ્ટ્રધ્વજ

28 January, 2021 11:56 AM IST  |  Mumbai | Rashmin Shah

ખોડલધામ પરિસરમાં ફરકાવવામાં આવ્યો ૧પપ૧ ફુટનો રાષ્ટ્રધ્વજ

ખોડલધામ પરિસરમાં ફરકાવવામાં આવ્યો ૧પપ૧ ફુટનો રાષ્ટ્રધ્વજ

રાજકોટ પાસે આવેલા કાગવડના ખોડલધામ મંદિરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મંગળવારે ૧પપ૧ ફુટ લાંબો અને ૧૦ ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્ર કોઈ પણ ધર્મથી ઉપર છે એવા ઉમદા અને જીવનમાં ઉતારવા લાયક સંદેશને સ્પષ્ટ કરતાં ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે કહ્યું હતું કે ‘ખોડલધામમાં ધર્મ ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે અને એ વર્ષ દરમ્યાન પણ અકબંધ હોય છે. રાષ્ટ્ર હંમેશાં ધર્મથી આગળ જ હોય અને એ આગળ જ રહેવું જોઈએ.’ ૧પપ૧ ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ખોડલધામ વિશ્વનું સૌથી પહેલું મંદિર બન્યું છે જ્યાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય. આ રાષ્ટ્રધ્વજને આખા મંદિરની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. વિશ્વનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ બનાવતાં બાર દિવસ લાગ્યા હતા. આ રાષ્ટ્રધ્વજની ત્રણસો કાર્યકરો દ્વારા પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. પ્રદક્ષિણા દરમ્યાન રાષ્ટ્રધૂનનું ગાન કરવામાં આવ્યું હતું. આ અગાઉ ૨૦૧૭ની ૨૧મી જાન્યુઆરીએ ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે એક લાખથી વધુ લોકોએ રાષ્ટ્રગીત ગાઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં રકૉર્ડ બનાવ્યો હતો જે આજ સુધી અકબંધ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ખોડલધામ મંદિરનાં ખોડિયાર માતાજીને પણ તિરંગાના રંગોનાં ફૂલોનો જ શણગાર કરવામાં આવ્યો હતો તો ફૂલોથી માતાજી સમક્ષ રાષ્ટ્રધ્વજ પણ બનાવવામાં આવ્યો હતો.

rajkot Rashmin Shah gujarat