તરુણસાગરજી મ.સા.એ પાંચસો રૂપિયાની ચલણી નોટ ફાડી નાખતાં લોકોમાં ગણગણાટ

03 October, 2012 05:38 AM IST  | 

તરુણસાગરજી મ.સા.એ પાંચસો રૂપિયાની ચલણી નોટ ફાડી નાખતાં લોકોમાં ગણગણાટ

તેમણે પાંચસોની ચલણી નોટ દર્શાવીને કહ્યું હતું કે આ પૈસા કોને જોઈએ છે? ત્યારે સ્વાભાવિક રીતે સૌકોઈએ હાથ ઊંચો કર્યો હતો. એ પછી તેમણે આ નોટને વાળી-ચોળી નાખી અને પછી કહ્યું કે હવે આ નોટ કોને જોઈએ? ત્યારે થોડા લોકોએ હાથ ઊંચો કર્યો હતો. એ પછી અચાનક જ મુનિશ્રીએ ૫૦૦ રૂપિયાની ચલણી નોટ ફાડી નાખીને કહ્યું કે બોલો હવે આ નોટ કોને જોઈએ છે? ત્યારે કોઈએ પણ હાથ ઊંચો કર્યો નહીં. આ દાખલો આપીને મુનિશ્રીએ કહ્યું હતું કે જો પરિવાર, સમાજ, સંગઠન અખંડિત હશે તો એનું મૂલ્ય રહેશે; પણ જો એ ખંડિત થઈ જશે તો એની કિંમત-મૂલ્ય રહેશે નહીં એટલે આપણે પરિવારની-દેશની અખંડિતતા માટે એક રહેવું જોઈએ.