24 August, 2025 12:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સિરિયાના નાગરિકની ધરપકડ
અમદાવાદમાં ગાઝાના નામે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતા સિરિયાના એક નાગરિકની ધરપકડ થઈ છે. ટૂરિસ્ટ વીઝા પર સિરિયાથી ૪ લોકો ભારત આવ્યા હતા. તેઓ પોતાની ઓળખ ગાઝાના નાગરિકો તરીકે આપીને અમદાવાદની મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવીને એનો ઉપયોગ વૈભવી જીવન જીવવા કરતા હતા. આ ૪માંના એક જણને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો અને નાસી છૂટેલા બાકીના ૩ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. પકડાયેલા શખ્સનું નામ અલી મેઘાત અલઝહેર છે અને એની પાસેથી ૩૬૦૦ ડૉલર અને ૨૫,૦૦૦ રૂપિયા ઇન્ડિયન કરન્સી મળ્યાં છે