અમદાવાદઃ ઓલા, ઉબરના ડ્રાઈવરની હડતાલ રહેશે ચાલુ

30 June, 2019 10:51 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ ઓલા, ઉબરના ડ્રાઈવરની હડતાલ રહેશે ચાલુ

અમદાવાદમાં ઓલા, ઉબરના ડ્રાઈવરની હડતાલ રહેશે ચાલુ

અમદાવાદમાં ઓલા અને ઉબર ચાલકોએ પોતાની હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ઓલા અને ઉબર સાથે જોડાયેલા અમદાવાદ-ગાંધીનગર રેડિયો કેબ ઓનર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓની રજૂઆત છે કે ભાડુ એકસરખું કરવામાં આવે અને કાલુપુર રેલવે સ્ટેશન પર તેમના માટે જે પ્રવેશ ફી લાગૂ પાડવામાં આવી છે તે ન લેવામાં આવે. ગાંધીનગરમાં 50 જેટલા ચાલકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

હડતાલના કારણે 6 હજાર કરતા વધુ કેબના પૈડા અટકી પડ્યા છે. જેના કારણે તેનો રોજ વપરાશ કરતા લોકોને પરેશાન થવું પડી રહ્યું છે.  સ્થાનિકોના કહેવા પ્રમાણે, હડતાલના કારણે તેમણે રોજ કરતા વધારે ભાવ ચુકવવો પડશે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલકો બુકિંગ સ્વીકારે છે પરંતુ પછી આવતા નથી. જેના કારણે ગ્રાહકોએ કેન્સલેશન ચાર્જ આપવો પડે છે. આ મામલે કસ્ટમર સર્વિસ પણ જવાબ નથી આપતા.

આ પણ વાંચોઃ અમદાવાદઃ હવે રિવરફ્રન્ટ પાર્કમાં નહીં મળે ફ્રી એન્ટ્રી, ચુકવવા પડશે આટલા રૂપિયા

ઓલા અને ઉબરનો વ્યાપ છેલ્લા કેટલાક સમયથી વધ્યો છે. લોકો એપ્લિકેશનના માધ્યમથી કેબ કે ઑટો બુક કરાવી શકે છે. અને ઘર આંગણે તેમને સુવિધા મળી રહે છે. જેથી મુસાફરોને સરળતા રહે છે. જો કે તેમની હડતાલ થી સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

ahmedabad gujarat