કૉન્ગ્રેસના નેતા અહમદ પટેલના પુત્રની પાટીલ સાથેની મુલાકાતથી અટકળો

08 June, 2023 11:18 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવા સમયે ગુજરાતના એક સમયના દિગ્ગજ ગણાતા કૉન્ગ્રેસના નેતા સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સી. આર. પાટીલ સાથેની મુલાકાતથી અટકળો ઊઠી છે અને રાજકારણ ગરમાયું છે.

ફૈઝલ પટેલે ટ્‍‍વિટર પર સી. આર. પાટીલ સાથેના તેમનો ફોટો શૅર કર્યો.

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવા સમયે ગુજરાતના એક સમયના દિગ્ગજ ગણાતા કૉન્ગ્રેસના નેતા સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સી. આર. પાટીલ સાથેની મુલાકાતથી અટકળો ઊઠી છે અને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ફરી એક વાર નવાજૂની થવાનાં એંધાણ મળી રહ્યાં છે. કૉન્ગ્રેસ હાઇકમાન્ડના વિશ્વાસુ રહી ચૂકેલા ગુજરાતના ખમતીધર નેતા સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્‍‍વિટર પર ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલની સાથે બે ફોટો મૂક્યા છે. કૉન્ગ્રેસની નવી પેઢીના કેટલાક ચહેરાઓમાં ફૈઝલ પટેલ એક ગણવામાં આવે છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ફૈઝલ પટેલે સી. આર. પાટીલ સાથે કરેલી મુલાકાતથી રાજકારણમાં અનેક અટકળો ઊઠવા પામી છે. શું હવે ફૈઝલ પટેલ પણ બીજેપી જૉઇન કરશે એવી ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં જોર પકડ્યું હતું. 
છેલ્લાં કેટલાંક વર્ષોથી એ બાબત નોંધનીય છે કે ચૂંટણી પહેલાં ગુજરાતમાં કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં કેટલાય આગેવાનો અને કાર્યકરો જોડાયા છે એવા સમયમાં ફૈઝલ પટેલના ફોટો પાટીલ સાથે ખુદ ફૈઝલ પટેલે સોશ્યલ મીડિયામાં શેર કરતાં અટકળો ઊઠવા પામી હતી.

Gujarat Congress gujarat news