SP-BSP ગઠબંધન પર સપા ધારાસભ્યનો હુમલો, SPમાં બળવાના એંધાણ

14 January, 2019 01:29 PM IST  | 

SP-BSP ગઠબંધન પર સપા ધારાસભ્યનો હુમલો, SPમાં બળવાના એંધાણ

ચાલશે સપા-બસપા ગઠબંધન?

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપની સામે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનની જાહેરાતના બે જ દિવસ બાદ સપાના ધારાસભ્યએ ગઠબંધનની સામે મોરચો ખોલી દીધો છે. ફિરોઝાબાદના સિરસાગંજથી ધારાસભ્ય હરિઓમ યાદવે કહ્યું કે આ ગઠબંધન લાંબું નહીં ચાલે. આ ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી અખિલેશ યાદવ બસપાના અધ્યક્ષ માયાવતી સામે ઘૂંટણિયે પડતા રહેશે.

બેહદ આક્રમક નેતા તરીકેની છબિ ધરાવતા હરિઓમ યાદવે કહ્યું કે ફિરોઝાબાદમાં તો આ ગઠબંધન કામ નહીં કરે. ગઠબંધન અહીં સફળ નહીં થાય. માયાવતીને બધા ઓળખે છે, તે પોતાના સિવાય કોઈનું સાંભળતા નથી. આ ગઠબંધન ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધઈ અમારા અધ્યક્ષ અખિલેશ યાદવ બહેનજીની હાં માં હાં મેળવતા રહેશે અને ઘૂંટણ ટેકતા રહેશે. એટલું જ નહીં હરિઓમ યાદવે તો ત્યાં સુધી કહ્યું કે ફિરોઝાબાદ લોકસભા બેઠકથી શિવપાલ સિંહ યાદવ ચૂંટણી લડશે. જો નહીં લડે તો લોકો જે નિર્ણય કરશે અમે એમ જ કરીશું.

માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન પછી હવે સમાજવાદી પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો છે. હરિઓમ યાદવે તો સમાજવાદી પાર્ટી સામે શિકોહાબાદમાં 22 જાન્યુઆરીએ પોલ ખોલો સમ્મેલન બોલાવ્યું છે. જેમાં લોકોને જણાવવામાં આવશે કે પાંચ વર્ષમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો સાથે શું-શું કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણની સંભાવના

હરિઓમ યાદવે એમ પણ કહ્યું કે નેતાજી(મુલાયમ સિંહ યાદવ) જેવા વિશાળ હ્રદય વાળા વ્યક્તિ સાથે ગઠબંધન ન ચાલ્યું તો આમની સાથે તો કેમ ચાલશે. તેમણે પાર્ટીના મુખ્ય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવ અને સાંસદ અક્ષય યાદવ પર ભાજપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો.

samajwadi party bahujan samaj party mayawati akhilesh yadav