મારુતિ કુરિયરનું મતદાતા જાગૃતિ અભિયાન, મત આપી ભવિષ્યના નિર્માણની અપીલ

21 April, 2019 05:37 PM IST  |  અમદાવાદ

મારુતિ કુરિયરનું મતદાતા જાગૃતિ અભિયાન, મત આપી ભવિષ્યના નિર્માણની અપીલ

મારુતિ કુરિયરનું મતદાતા જાગૃતિ અભિયાન

ગુજરાતમાં લોકસભાચૂંટણીના મતદાન આડે બસ ગણતરીના જ કલાકો રહ્યા છે. તંત્ર વધુમાં વધુ મતદાન કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે તેમના આ પ્રયાસોમાં મારુતિ કુરિયરે પણ પહેલ કરી છે. મારુતિ કુરિયર બે મહિનાથી અભિયાન ચલાવી રહ્યું છે. જે અંતર્ગત મારુતિ કુરિયર બે મહિનાથી લગભગ બે લાખ લોકો સુધી પાર્સલના માધ્યમથી સ્ટિકર મોકલી રહ્યા છે જેમાં તમામ લોકોને મત આપવાની અપીલ કરવામાં આવી રહી છે. સ્ટિકરમાં લખવામાં આવ્યું છે તમારો એક મત આપણા દેશના ભવિષ્યનું નિર્માણ કરશે.

મારુતિ કુરિયરના CEO મૌલિક મુકરિયાના કહેવા પ્રમાણે, ગુજરાતમાં 400 આઉટલેટ પર બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં મત આપવાની અપીલ કરવામાં આવી છે. મૌલિક મુકરિયાએ કહ્યું કે મારુતિ કુરિયરના ચેરમેન રામભાઈની પ્રેરણાથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટના મારૂતિ કુરિયરે કરી શહીદ જવાનોના પરિવારને સહાય

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર ચૂંટણી અને સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. પ્રદેશમં ચાર કરોડથી વધુ મતદાતાઓ છે. એક કરોડ 94 લાખ મહિલા મતદાતાઓ છે. 45, 380 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. લોકસભા બેઠકો પર કુલ 334 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે 45 લાખ નવા મતદાતાઓ જોડાયા છે. મારુતિ કુરિયરનો પ્રયાસ છે કે આ વખતે વધુમાં વધુ મતદાન થાય. ચૂંટણી પંચે પણ આવી સંસ્થાઓના યોગદાનની પ્રશંસા કરી છે.

rajkot gujarat