અસ્થિવિસર્જન પછી શિવસેનાએ દ્વારકાધીશને ચડાવ્યા ૧,૧૧,૧૧૧

25 November, 2012 04:58 AM IST  | 

અસ્થિવિસર્જન પછી શિવસેનાએ દ્વારકાધીશને ચડાવ્યા ૧,૧૧,૧૧૧



શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનાં અસ્થિનું વિસર્જન બે દિવસ પહેલાં શુક્રવારે દ્વારકાની ગોમતી નદીમાં કરવામાં આવ્યું હતું. અસ્થિવિસર્જન વખતે ઠાકરેપરિવારનો કોઈ સભ્ય હાજર નહોતો રહ્યો, પણ ઠાકરેપરિવાર સાથે અંગત સંબંધો ધરાવતા અને શિવસેનાના સિનિયર કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે એ રીતે અસ્થિવિસર્જનનો કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો. ગોમતીમાં અસ્થિવિસર્જન પછી દ્વારકાધીશના મંદિરે સ્વર્ગીય બાળ ઠાકરેના નામે ૧,૧૧,૧૧૧ રૂપિયાનો ફાળો લખાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરવાનો હક ધરાવતા અને દ્વારકામાં રહેતા દરેક ગૂગળી બ્રાહ્મણોને પરિવારદીઠ ધોતિયાની જોડ, એક કિલો ડ્રાયફ્રૂટ અને ૫૦૧ રૂપિયાની દક્ષિણા આપવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરના પૂજારી હરિકૃષ્ણ વ્યાસે કહ્યું હતું કે ‘અમે જ્યારે નામ પૂછuું ત્યારે અમને કોઈ નામ આપવામાં નહોતું આવ્યું. અમને તો ગઈ કાલે ખબર પડી હતી કે આ જે ધર્માદો થયો છે એ બાળ ઠાકરેની યાદમાં કરવામાં આવ્યો હતો.’