Video: જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાનો નજારો

22 June, 2019 03:53 PM IST  |  અમદાવાદ

Video: જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાનો નજારો

જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાનો નજારો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી જળયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાની શરૂઆત જળયાત્રાથી થઈ. જેમાં જગન્નાથ મંદિરથી નીકળીને યાત્રા સાબરમતીના કિનારે ભુદરના આરે પહોંચી. જ્યાં પરંપરાગત વિધિ અનુસાર 108 કળશમાં પાણી ભરવામાં આવ્યું જેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો.

જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેરના મેયર બિજલ પટેલ અને નગરના શ્રેષ્ઠીઓ જોડાયા. નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને બિજલ પટેલનું જગન્નાથ મંદિરના મહંતના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું. જે બાદ નીતિન પટેલે પૂજા પણ કરી. પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

જળયાત્રામાં 600 ધજા-પતાકાઓ સાથે સંતો અને મહંતો સામેલ થયા હતા. ભજન મંડળીઓ સાથે ગજરાજોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. સાબરમતીના તટે ગંગાપૂજન કરવામાં આવ્યા બાદ 108 કળશમાં જળ લાવવામાં આવ્યું. જ્યેષ્ઠા નક્ષત્રમાં ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક બાદ પ્રભુએ ગજવેશ ધારણ કર્યો. જેમના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.

આ પણ વાંચોઃ જગતના નાથની થઈ જળયાત્રા, નાથે ધારણ કર્યો ગજવેશ

ગજવેશ ધારણ કરાવ્યા બાદ નવરત્ન દીવડાથી તેમની આરતી ઉતારવામાં આવે છે. જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ સાથે મામાના ઘરે સરસપુર જાય છે ત્યાર તેમના દર્શન નથી થતા. ચાર જુલાઈએ ધામધૂમથી ભગવાનની રથયાત્રા નીકળશે.

Rathyatra ahmedabad gujarat