મોદીનું થ્રી-ડી એટલે દુ:ખ, દર્દ અને દુર્દશા : કેશુભાઈ

20 November, 2012 06:05 AM IST  | 

મોદીનું થ્રી-ડી એટલે દુ:ખ, દર્દ અને દુર્દશા : કેશુભાઈ

બાકી આવું કંઈ ન કર્યું હોત તો પણ ચાલત હવે. મોદીનું થ્રી-ડી તો પ્રજા છેલ્લા દશકાથી જોતી આવે છે. થ્રી-ડી, આ ડી એટલે દુ:ખ, દર્દ અને દુર્દશા... મોદીના રાજમાં લોકોને એકસાથે આ ત્રણ યાતના ભોગવવી પડે છે.’

કેશુભાઈ પટેલ છેલ્લા બે દિવસથી તેમની પાર્ટીના ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘જે પ્રજાથી ભાગતો ફરે તે માણસ આવી થ્રી-ડીનાં ત્રાગડાં કરે, બાકી સાચો માણસ હોય તે તો લોકોના મનમાં જ હોય, તેણે આવાં નાટક ન કરવાં પડે. નરેન્દ્ર મોદીનો પાપનો ઘડો હવે છલકાયો છે. આ ઘડો હવે તૂટવાનો છે. રવિવારે એક જ દિવસમાં તેણે ૧૦૪ કરોડ વાપરી નાખ્યા. આટલા રૂપિયામાં તે ચાર કલાકમાં દરેક જગ્યાએ રૂબરૂ ભાષણ દેવા પહોંચી શકે. પણ ના, મોઢું સંતાડવું પડે એવા કાંડ કર્યા હોય તે માણસમાં રૂબરૂ જવાની હિંમત ક્યાંથી હોવાની.’

કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ આવતી કાલે સાંજ સુધીમાં તૈયાર થઈ જાય એવી શક્યતા છે.

બૅટ માટે બૅટ્સમૅન?


કેશુભાઈ પટેલની જીપીપીને સિમ્બૉલ તરીકે બૅટ મળ્યું છે. આ બૅટ સિમ્બૉલને વધુ પ્રચલિત કરવા માટે પાર્ટી ગુજરાત અને દેશના જાણીતા બૅટ્સમેનોને મેદાનમાં ઉતારવાનું પ્લાનિંગ કરી રહી છે. કેશુભાઈ પટેલ સાથે આ બાબતમાં વાતચીત થઈ ત્યારે તેમણે પણ આ વાત સ્વીકારી હતી અને કહ્યું હતું કે ‘બેચાર બૅટ્સમેનો સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું ગોઠવાશે તો તે બૅટ્સમેનો સાથે રોડ-શો કરવામાં આવશે.’

આ બે-ચાર બૅટ્સમેનનાં નામ આપવા કેશુભાઈ પટેલ કે જીપીપીના અન્ય કોઈ નેતા તૈયાર નથી, પણ આ નામોમાં ગુજરાતના ભૂતપૂર્વ બૅટ્સમેન બ્રિજેશ પટેલ, ટીમ ઇન્ડિયાના એક સમયના ટોચના સ્પીનર દિલીપ દોશી અને વડોદરાના તોફાની બૅટ્સમૅન યુસુફ પઠાણનું નામ છે. આ ઉપરાંત સિલેક્શન કમિટીના ચૅરમૅન એવા સંદીપ પાટીલને પણ બૅટ સિમ્બૉલના પ્રચાર માટે જીપીપીમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.