આસમાને પહોંચેલા વિમાની ભાડાને લો કાબૂમાં: પરિમલ નથવાણીની અપીલ

20 April, 2019 11:53 AM IST  |  અમદાવાદ

આસમાને પહોંચેલા વિમાની ભાડાને લો કાબૂમાં: પરિમલ નથવાણીની અપીલ

જેટ સંકટ બાદ પરિમલ નથવાણીની અપીલ

જેટ એરવેઝ બંધ થયા બાદ વિમાની ભાડા અચાનક આસમાને પહોંચી ગયા છે. તમામ વિમાની કંપનીઓ બે થી ત્રણ ગણા ભાડા લઈ રહી છે. આવો જ અનુભવ પરિમલ નથવાણીને પણ થયો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે એક સમયે અમદાવાદથી દિલ્હીની જે ફ્લાઈટની ટિકિટ 5 થી 6 હજાર હતી તે હવે 21 હજાર છે.

પરિમલ નથવાણીની અપીલ
પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટમાં ઈન્ડિગો, એરવિસ્તારા, ગો એર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ટેગ કરીને અપીલ કરી છે કે વધતા જતા ભાવનો કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. સરકારે તેના પર પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ બૅન્કોને બંધ પડેલી જેટ ઍરવેઝ માટેની બિડિંગ પ્રક્રિયા સફળ રહેવાની આશા છે

જેટ બંધ થતા ભાડાં આસમાને
જેટ એરવેઝ આર્થિક સંકટના કારણે બંધ થતા બાકીની એરલાઈન્સે તેનો લાભ ઉઠાવવાનો શરૂ કર્યો છે. જ્યાં જ્યાં જેટની ફ્લાઈટ ચાલતી હતી ત્યાંના ભાડામાં વધારો થયો છે. બુધવારે રાત્રે સાડા દસ વાગ્યે જેટની છેલ્લી ફ્લાઈટ ઉડી હતી. ત્યારબાદ તેના તમામ ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેના કર્મચારીઓને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે જ્યારે મુસાફરો પણ પરેશાન થઈ રહ્યા છે.