સુરતની મજૂરા બેઠકનો હર્ષ સંઘવી ગુજરાતનો સૌથી યંગ વિધાનસભ્ય

21 December, 2012 05:41 AM IST  | 

સુરતની મજૂરા બેઠકનો હર્ષ સંઘવી ગુજરાતનો સૌથી યંગ વિધાનસભ્ય

બધી પ્રક્રિયા પૂરી થયા બાદ તમને મળીશ. આભાર’ એવો મેસેજ ટ્વિટર પણ બીજેપીના ૨૭ વર્ષના સૌથી યુવા વિજેતા હર્ષ સંઘવીએ મિડિયાના પ્રતિનિધિને કર્યો. ડાયમંડ તથા જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગ સાથે સંકળાયેલા જૈન હર્ષ સંઘવીએ કૉન્ગ્રેસના ઉમેદવાર ધનપત જૈનને હરાવ્યા છે. બીજેપીના યુવા મોરચાના જનરલ સેક્રેટરી તરીકે તેમણે વિવિધ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો, જેમાં સુરત શહેરમાં સક્રિય ઍરર્પોટનો પણ સમાવેશ હતો.

બીજેપીના યુવા મોરચાના કાર્યકર તરીકે જમ્મુમાં ભારતીય તિરંગો લહેરાવવા તેઓ ગયા હતા ત્યાં તેમની ધરપકડ થઈ હતી. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની દિલ્હીમાં થયેલી ધરપકડના વિરોધમાં તેમણે સુરત રેલવે-સ્ટેશન પર રેલ રોકો આંદોલન કર્યું હતું તેમ જ લોકપાલ બિલની તરફેણ પણ કરી હતી. જોકે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકપાલની નિમણૂકના પ્રfને તેમણે મૌન સેવવાનું પસંદ કર્યું હતું.