જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનની પીડિયાટ્રિક કોવિડ હૉસ્પિટલનું ઉદ્ઘાટન

04 October, 2021 10:42 AM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

આ હૉસ્પિટલમાં ૩૦ ચિલ્ડ્રન્સ આઇ.સી.યુ., ૧૦ નિયોનેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાના ૨૨ મેડિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને ૧૦ વૅન્ટિલેટરનો સમાવેશ થાય છે

રિલાયન્સ ફાઉન્ડેશનની પીડિયાટ્રિક કોવિડ હૉસ્પિટલ

કુલ ૨૩૦ બેડ સાથેની ગુજરાતની પ્રથમ પીડિયાટ્રિક કોવિડ હૉસ્પિટલનું શુક્રવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંહ હૉસ્પિટલમાં ઈ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રધાનો, સ્થાનિક સંસદસભ્યો, વિધાનસભ્યો તેમ જ ગુજરાત સરકારના ​વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સંસદસભ્ય પરિમલ નથવાણી પણ હાજર રહ્યા હતા. આ હૉસ્પિટલમાં ૩૦ ચિલ્ડ્રન્સ આઇ.સી.યુ., ૧૦ નિયોનેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાના ૨૨ મેડિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને ૧૦ વૅન્ટિલેટરનો સમાવેશ થાય છે. આમ જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રની જનતા માટે આ તમામ સુવિધાને લીધે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સામનો કરવા તૈયાર છે.

gujarat gujarat news reliance