કચ્છમાં શૉકથી બચાવવા માટે હવે નિગમ રિફ્લેક્ટર્સ લગાડશે

02 December, 2011 08:18 AM IST  | 

કચ્છમાં શૉકથી બચાવવા માટે હવે નિગમ રિફ્લેક્ટર્સ લગાડશે

 

સાઇબિરિયાના કાતિલ શિયાળાથી બચવા હજારો માઇલની ઉડાન કરીને કચ્છના ખદિરના રણમાં આવતાં ફ્લૅમિંગો પક્ષીઓ માટે આ ખદિરનું રણ અત્યારે કબ્રસ્તાન બની ચૂક્યું છે. ખદિરના રણમાંથી પસાર થતી ૧૧૦૦ વૉલ્ટની હાઇ-ટેન્શન લાઇન ફ્લૅમિંગો પક્ષીઓને ઉપરથી દેખાતી ન હોવાથી પક્ષીઓ આ હાઇ-ટેન્શન લાઇન તરફ ખેંચાઈ આવે છે અને પછી શૉર્ટ-સર્કિટને કારણે એમનું મોત થાય છે. આને જ કારણે ગઈ કાલે ખદિરના રણમાં ૪૦૦થી વધુ ફ્લૅમિંગો માર્યાં ગયાં હતાં. રાજકીય કારણોસર ગઈ કાલે ભાવનગર આવેલા ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતની જાણ થતાં અમે વન-વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને આનું કાયમી સૉલ્યુશન શોધી કાઢ્યું છે. હવે એ હાઇ-ટેન્શન લાઇન પર રિફ્લેક્ટર્સ મૂકવામાં આવશે, જેને કારણે ઊંચે ઊડતાં ફ્લૅમિંગોને આ રિફ્લેક્ટર્સ દેખાય અને એ ત્યાં ઊતરવાને બદલે બીજે ઊતરે જેથી આવો કોઈ ઍક્સિડન્ટ ન થાય.’

તસવીર : જયેશ શાહ