ચૂંટણી દરમ્યાન અમદાવાદમાં આવી રેકૉર્ડજનક ફ્લાઇટ્સ

15 December, 2022 09:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે વધારેલી માળખાકીય સુવિધાઓના કારણે ટ્રાફિકના વધારા સાથે પસંદગીનું ઍરપોર્ટ બન્યું છે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે નૉન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સ અને વીઆઇપીની અવરજવરમાં વિક્રમ સર્જ્યો છે. ઍરપોર્ટે ગયા મહિનામાં ૧૧૬૪ નૉન-શેડ્યુલ્ડ મૂવમેન્ટ ઑપરેટ કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે, જ્યારે એક જ દિવસમાં ૩૨,૦૦૦ પૅસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક વટાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતમાં બાય ઍર વીઆઇપીઓની અવરજવર વધી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે વધારેલી માળખાકીય સુવિધાઓના કારણે ટ્રાફિકના વધારા સાથે પસંદગીનું ઍરપોર્ટ બન્યું છે. છેલ્લા એક મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ ૫૮ મૂવમેન્ટ સાથે ૧૧૦૦થી વધુ નૉન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સની મૂવમેન્ટ થઈ છે. ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીના સમયગાળામાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે ૧૧૬૪ નૉન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સનો રેકૉર્ડ કર્યો છે, જેમાં અનેક વીઆઇપી ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. 

gujarat election 2022 gujarat gujarat news