રાજકોટ બનશે દેશનું પહેલું રેલવે-ફાટક વિનાનું શહેર

27 September, 2019 08:42 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટ બનશે દેશનું પહેલું રેલવે-ફાટક વિનાનું શહેર

ટ્રેન

રાજકોટ દેશનું પહેલું એવું શહેર બનવા જઈ રહ્યું છે જે શહેરમાં એક પણ રેલવે સિગ્નલ નહીં હોય અને ટ્રેન પસાર થતી હોય ત્યારે કોઈએ રાહ જોઈને ઊભા રહેવું નહીં પડે. આ માટે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને વેસ્ટર્ન રેલવેએ સહિયારો નિર્ણય લીધો છે. સ્માર્ટ સિટી અંતર્ગત લેવામાં આવેલા આ નિર્ણય મુજબ રાજકોટ શહેરમાં હજી પણ આવેલાં ત્રણ રેલવે ફાટકને અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજથી કવર કરી લેવામાં આવશે. રાજકોટ શહેરમાં કુલ સાત રેલવે ક્રૉસિંગ આવે છે, જેમાંથી ચાર રેલવે ફાટકને ઑલરેડી અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવીને હટાવી દેવામાં આવ્યાં છે, જ્યારે હવે નવા ત્રણ બ્રિજ બનશે જેમાં બે ઓવરબ્રિજ હશે અને એક અન્ડરબ્રિજ હશે.

આ પણ વાંચો : બિસમાર માર્ગને લઈને ઠેર-ઠેર આંદોલન શરૂ, સુરત બાદ નવસારીમાં ચક્કાજામ

આ બ્રિજ તૈયાર થવામાં મૅક્સિમમ ત્રણ વર્ષ લાગશે. એ તૈયાર થઈ જશે એટલે શહેરમાં એક પણ રેલવે ફાટક નહીં રહે. બ્રિજ માટે વેસ્ટર્ન રેલવેએ શહેરમાંથી પસાર થતી ટ્રેનનો રૂટ પણ બદલવો પડશે  તો અમુક ટ્રેનના ટાઇમિંગ પણ ચેન્જ કરવા પડશે, જેના માટે રેલવે ડિપાર્ટમેન્ટે ઑફિશ્યલ પરમિશન આપી દીધી છે.

Rashmin Shah rajkot