રાજકોટ: બોલો, હવે પકડાયો નકલી RTO ઑફિસર

14 April, 2019 07:32 AM IST  |  | રશ્મિન શાહ

રાજકોટ: બોલો, હવે પકડાયો નકલી RTO ઑફિસર

પ્રતીકાત્મક તસવીર

નકલી ડૉક્ટર, નકલી પત્રકાર કે પછી નકલી પોલીસ ઑફિસર બનીને છેતરનારાઓ તો સાંભળ્યા હતા, પણ કોઈ નકલી RTO ઑફિસર બને એવો તો વિચાર પણ કેવી રીતે આવી શકે, પરંતુ આ વિચાર આવ્યો હતો રાજકોટના હિમાંશુ મકવાણાને. હિમાંશુના કમ્પ્યુટરમાંથી મળેલા ડેટા મુજબ તેણે અત્યાર સુધીમાં ૬૨૦૦ ડુપ્લિકેટ લાઇસન્સ ઇશ્યુ કરાવ્યાં છે, પણ પોલીસ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે આ આંકડો બેથી ત્રણ ગણો હોઈ શકે છે. લાઇસન્સ માટેના તમામ જરૂરી નિયમો હિમાંશુ દ્વારા તોડવામાં આવતા હતા. તેણે ટૂ-વ્હીલર અને ગાડીનાં જ નહીં, ટ્રક અને અન્ય હેવી વેહિકલનાં લાઇસન્સ પણ ઇશ્યુ કરાવ્યાં છે. રાજકોટના RTO ઑફિસર કે. ડી. પટેલે કહ્યું હતું કે ‘બોગલ લાઇસન્સ માટે જરૂરી હોય એ બધા ડુપ્લિકેટ ડૉક્યુમેન્ટ પણ હિમાંશુ જ ઊભા કરતો અને જેવી ગરજ એવો ભાવ તે વસૂલ કરતો હતો. હેવી વેહિકલ માટે તેણે ૨૦,૦૦૦ રૂપિયા સુધીનો ચાર્જ લીધો છે જે તેણે કબૂલ પણ કર્યું છે.’

ટૂ-વ્હીલરના લાઇસન્સ-ચેકિંગનું કામ ચાલતું હતું એ દરમ્યાન એક સ્ટુડન્ટ પાસેથી બાઇકનું નકલી લાઇસન્સ હાથમાં આવતાં ટ્રાફિક-પોલીસે ઇન્ક્વાયરી શરૂ કરી અને એમાં હિમાંશુની પોલ ખૂલી ગઈ. હિમાંશુને રંગેહાથ પકડવા માટે પોલીસે સિવિલ ડ્રેસમાં એક મહિલા કૉન્સ્ટેબલને જ લાઇસન્સ માટે મોકલી હતી અને હિમાંશુ ટ્રૅપમાં આવી ગયો.

આ પણ વાંચો : લોકસભા પહેલા રાજકોટ કોંગ્રેસને વધુ એક ફટકો

પોલીસનું માનવું છે કે અત્યારે હિમાંશુ દ્વારા આપવામાં આવેલા ૧૦,૦૦૦થી પણ વધારે નકલી લાઇસન્સ રાજકોટ અને એની આસપાસના વિસ્તારોમાં ફરી રહ્યાં છે. હવે આ લાઇસન્સને કેવી રીતે ઓળખવાં એ પ્રfન ટ્રાફિક-પોલીસ સામે ઊભો થયો છે.

rajkot Crime News gujarat