રાજકોટ: ઝૂમાં સિંહોને આપ્યું ORS

09 April, 2019 08:07 AM IST  |  | રશ્મિન શાહ

રાજકોટ: ઝૂમાં સિંહોને આપ્યું ORS

સિંહ

ગુજરાતમાં પ્રવર્તી રહેલા હીટવેવ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે જાનવરોની શું હાલત થતી હશે એની કલ્પના પણ કરવી અઘરી છે. જંગલમાં રહેલાં પ્રાણીઓ તો પોતાની રીતે રસ્તો કાઢી લે છે જ્યારે ઝૂમાં રહેલાં પ્રાણીઓને ઠંડાં પાણીના ફુવારાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ તેમ છતાં ગઈ કાલે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂના સિંહો માટે જુદો જ રસ્તો કાઢવામાં આવ્યો અને હીટવેવ વચ્ચે સુસ્ત થતાં જતાં સિંહોના શરીરમાંથી ઇલેક્ટ્રોલ ઘટતાં હોય એવી ધારણા સાથે સિંહના પાંજરામાં રહેલાં પાણીમાં ORS નાખીને સિંહોને પીવડાવવામાં આવ્યું.

આ પણ વાંચો : ગુજરાત: હીટવેવથી બદલાયા સ્કૂલના ટાઇમિંગ

સિંહને ગરમીની અસર સૌથી પહેલી થાય છે અને તે પણ માણસ જેટલો જ ગરમીમાં આકુળવ્યાકુળ થાય છે એવું વેટરનરી ડોક્ટરોના તારણ પછી આ સ્ટેપ લેવામાં આવ્યું. ORS પીવડાવ્યા પછી સિંહને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા અને આઠ કલાક પછી તેના શરીરમાં નવેસરથી સ્ફૂર્તિ આવી ગયાનું પણ નોંધવામાં આવ્યું હતું. ઝૂમાં રહેલાં અન્ય પ્રાણીઓને પણ એની આવશ્યકતા મુજબના રસ્તાઓ વાપરીને હીટવેવથી ઉગારવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

rajkot gujarat