અનોખું રક્ષાબંધન

01 August, 2012 05:21 AM IST  | 

અનોખું રક્ષાબંધન

પણ છોકરા તરીકે અવતાર લીધા પછી પણ સમલૈંગિક સંબંધોમાં યુવતીનું પાત્ર ભજવતા હોય એવા મનથી યુવતી જેવા યુવાનો રાખડી બાંધે એ ચોક્કસપણે અચરજ અપાવે એવું છે. ગઈ કાલે આવું અચરજ અમદાવાદમાં હકીકત બન્યું અને સમલૈંગિક સંબંધો ધરાવતા, પણ મનથી યુવતી બનીને જીવતા યુવાનોએ અમદાવાદ જિલ્લાના એઇડ્સના પેશન્ટ્સને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમદાવાદના ચૂંવાળ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સ્વાવલંબી ચૂંવાળ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી સહયોગી બની હતી. રક્ષાબંધનના આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

 

એઇડ્સ = ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશ્યન્સી સિન્ડ્રૉમ