લોકસભા પહેલા રાજકોટ કોંગ્રેસને વધુ એક ફટકો

13 April, 2019 05:31 PM IST  |  રાજકોટ

લોકસભા પહેલા રાજકોટ કોંગ્રેસને વધુ એક ફટકો

રાજકોટ કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા

રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા સાથે રાજકોટ શહેર જિલ્લા NSUIના પ્રમુખ જયકીશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજકોટમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા ભાજપ તરફથી લોકસભાના ઉમેદવાર છે. જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા છે. 23 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. તે માટે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટ યુવક કોંગ્રેસના પ્રમુખ અને રાજકોટ શહેર-જિલ્લા NSUIના પ્રમુખ ભાજપમાં જોડાયા છે.

rajkot Gujarat BJP Gujarat Congress