દેશનું પ્રથમ સિટી બનશે રાજકોટ, જે રસ્તા પર થૂંકનારા પાસેથી લેશે દંડ

13 May, 2019 09:03 AM IST  |  રાજકોટ | (મિડ-ડે પ્રતિનિધિ)

દેશનું પ્રથમ સિટી બનશે રાજકોટ, જે રસ્તા પર થૂંકનારા પાસેથી લેશે દંડ

રાજકોટ સિટી

સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને નક્કી કર્યું છે કે હવે પછી રસ્તા પર થૂંકનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ દંડ માટે પણ બે નિયમ રાખવામાં આવ્યા છે; સામાન્ય થૂંકનારા પાસેથી ૧૦૦ રૂપિયા અને પાન-ફાકી કે ગુટકા ખાઈને થૂંકનારા પાસેથી ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. રાજકોટ દેશનું પહેલું સિટી બનશે જ્યાં થૂંકવા પર કૉર્પોરેશન દંડ વસૂલતું હોય. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે ‘સ્વચ્છતા ઉપરાંત રોગચાળાના હેતુથી પણ આ નિયમ લાભદાયી પુરવાર થશે. જો ચુસ્ત રીતે નિયમનું પાલન થાય અને સહકાર મળે તો એક વર્ષમાં રાજકોટ દેશનું પ્રથમ નો-સ્પ્લિટ સિટી બનશે.’

આ પણ વાંચો : જાન રવાના થઈ, પણ કન્યાને લેવા નહીં, દીકરાને ખુશ કરવા

થૂંકવા પર લાગનારા દંડના નિયમનું ચુસ્ત રીતે પાલન થાય એ માટે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન ટ્રાફિક-પોલીસનો પણ સપોર્ટ લેશે. સ્પૉટ પર દંડ વસૂલવાના પાવર ઉપરાંત ટ્રાફિક-પોલીસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજનો પણ કૉર્પોરેશન ઉપયોગ કરશે, જેને લીધે હવે નહીં થૂંકવાના નિયમનો ભંગ કરવા બદલ દંડની પાવતી વાહનના નંબર મુજબ તેમના ઘરે આવી શકે છે.

rajkot gujarat