રાજકોટઃવિદેશી કલાકારોએ ગાયું 'છોગાળા તારા' અને 'વૈષ્ણવ જન', જુઓ વીડિયો

17 June, 2019 05:41 PM IST  |  રાજકોટ

રાજકોટઃવિદેશી કલાકારોએ ગાયું 'છોગાળા તારા' અને 'વૈષ્ણવ જન', જુઓ વીડિયો

રાજકોટમાં આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રવિવારે સાંજે એક એવી ઘટના બની કે, હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. મ્યુઝિયમમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ઉઝબેકિસ્તાનના વિદેશી કલાકારોએ ગુજરાતી ગરબો જેના પરથી બોલીવુડનું ગીત બન્યું છે તે 'છોગાળા તારા' અને 'વૈષ્ણવ જન' ગાઈને દર્શકોને ડોલાવી દીધા. વિદેશી કલાકારોએ હિન્દી ગીતો ગાતા જ કાર્યક્રમમાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે ગ્રુપ

ઉલ્લેખનીય છે કે ઉઝબેક મ્યુઝિકલ ગ્રુપ અને હાવાસ ગરુહી ગ્રુપ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય છે. આ ગ્રુપ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સાંસ્કૃતિક કડી તરીકે પણ લોકપ્રિય છે. આ ગ્રુપના લીડ સિંગર કાખ્રમોની ઈચ્છા બોલીવુડમાં ગીતો ગાવાની છે. આ ગ્રુપના એક પણ સભ્યને હિન્દી ભાષા નથી સમજાતી, તેમ છતાંય તેઓ બોલીવુડના ખાસ કરીને રાજકપૂરના જૂના યાદગાર ગીતો ગાઈને દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે.

અહીં સાંભળો ગીત

 

નથી આવડતું હિન્દી

રસપ્રદ વાત એ છે કે આ ગ્રુપના સભ્યો ઉઝબેકિસ્તાનની યુનિવર્સિટીના ઈન્ડિયન લેંગ્વેજના પ્રોફેસર પાસેથી હિન્દી ગીતોના શબ્દો સમજે છે. રાજકોટમાં રવિવારે સાંજે આખો કાર્યક્રમ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયો હતો. આ ગ્રુપ હવે પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ એવા કીર્તિ મંદિરની પણ મુલાકાત લેવાનું છે. આ આખા ગ્રુપમાં એક જ પરિવારના સબ્યો છે. જેઓ ગુજરાતી ઉપરાંત બાંગ્લા, મરાઠી, કન્નડ ભાષામાં પણ ગીતો ગાઈ શકે છે.

આ પણ વાંચોઃ જગતના નાથની થઈ જળયાત્રા, નાથે ધારણ કર્યો ગજવેશ

ગીત સાંભળીને રડ્યા હતા રિશી કપૂર

રિશી કપૂર પણ આ ગ્રૂપના ગીતો સાંભળીને રડી પડ્યા હતા. આ ગ્રુપ ખાસ કરીને રાજકપૂરના ગીતો માટે પ્રખ્યાત છે. એક કાર્યક્રમમાં ઋષિ કપૂર પણ આ ગ્રૂપના અવાજમાં ગીતો સાંભળીને રડી પડ્યા હતા. આ ગ્રુપે રાજકપૂરની ફિલ્મનું ગીત દોસ્ત દોસ્ત ના રહા ગાયુ ત્યારે રિશી કપૂર રડી પડ્યા હતા.

rajkot gujarat news