રાજકોટવાસીઓ આનંદો - આમ્રપાલી ફાટકે બનશે અંડરબ્રીજ

12 February, 2019 08:58 PM IST  | 

રાજકોટવાસીઓ આનંદો - આમ્રપાલી ફાટકે બનશે અંડરબ્રીજ

આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રીજ બનવવાની મંજુરી

 આમ્રપાલી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી છેલ્લા ઘણા સમયથી લોકો પરેશાન થઇ રહ્યા છે. જેનો હવે આવનારા સમયમાં ઉકેલ આવી જશે. અતિ મહત્વના ગણાતા આ ફાટકના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે જ્યા હવે અંડરબ્રીજ બનશે. વર્ષો જૂની સમસ્યાનો અંત લાવતા આજે મહાનગર પાલિકાની કમિટી દ્વારા 22.60 કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવવાની જાહેરાત કરી છે. ઘણી સમયથી અટકેલા આ પ્રોજેક્ટને આખરે મંજૂરી મળી છે. ટૂંકાદ સમયમાં જ આ રકમ રેલવેમાં જમા કરાવવામાં આવશે.

ક્યાથી ક્યા પસાર થશે અંડરબ્રીજ

આ અંડરબ્રીજ આવનાર દોઢ વર્ષમાં પૂરો કરી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ અંડરબ્રીજ આમ્રપાલી ફાટકથી કિશનપુરા તરફ જશે જેની લંબાઈ 150 મીટરની રહેશે જેમાં 1.25 સ્લોપમાં આ ભાગ બનશે અને ફાટકથી આમ્રપાલી તરફ 180 મીટર લંબાઈમાં 1.35ના સ્લોપમાં આ બ્રીજ ટોકીઝ વાળા રસ્તાને મળશે. આ બ્રીજની બન્ને બાજુ પણ 4.5 મીટર પહોળા રસ્તા બનાવવામાં આવશે.

 

આ પણ વાંચો: રાજકોટ: કન્હૈયા કુમારની સભા માટે જગ્યાની ખેંચતાણ

 

4 લાખ લોકો આ ફાટકનો કરે છે ઉપયોગ

આમ્રપાલીના આ ફાટક પરથી દરરોજ આશરે 4 લાખથી વધુ લોકો પસાર થાય છે અને આ ફાટક 18-20 વખત બંધ થાય છે. આમ્રપાલી ફાટકને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી વાર અકસ્માત પણ સર્જાયા છે. જો કે આ અંડરબ્રીજના કારણે લોકોનો ઘણો સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી રાજકોટવાસીઓને છૂટકારો મળશે.

rajkot