રાજકોટ : ડિમોલિશન કરતા મનપાની 114 કરોડની જમીન ખુલ્લી મુકાઇ

11 June, 2019 10:58 PM IST  |  રાજકોટ

રાજકોટ : ડિમોલિશન કરતા મનપાની 114 કરોડની જમીન ખુલ્લી મુકાઇ

કબ્જે કરાયેલ સરકારી જગ્યા પરથી દબાણ હટાવાયું

ગુજરાતમાં રાજકોટ મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ પિમ રાજકોટ વિસ્તારમાં 150 ફટ રિંગરોડ પર હિંમતનગરની પાછળના ભાગે આવેલ રાજકોટ ટીપી સ્કીમ નં.9ના રિઝર્વેશનના પ્લોટમાં થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દઈને કુલ રૂા.114 કરોડની કિંમતની 22925 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી.

વધુમાં આ અંગે મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્રારા ટીપી સ્કીમ નં. 9 (રાજકોટ) તા.8112016 થી પ્રારંભીક મંજૂર કરવામાં આવી હતી જે અન્વયે રાજકોટ મહાપાલિકા દ્રારા મકાનો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી તેમજ વારંવાર રૂબરૂ સ્થળ પર પણ જાણ કરવામાં આવી હતી આમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં આજે ફાઈનલ પ્લોટ નં.એસ2 તથા એસ3 (એસઈડબલ્યુએસએચ), હિંમતનગર પાછળ, 150 ફટ રિંગરોડરાજકોટના અનામત પ્લોટ પર આવેલ આશરે ત્રણ મકાનો તથા કાચા વંડાના દબાણો દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા હતા જેમાં આશરે 22925 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી જેની કિંમત અંદાજે રૂા.1,14,62,50,000 થતી હોવાનું તેમણે જાહેર કયુ હતું.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં 2300થી વધુ સ્થળે યોગ દિવસની ઉજવણી કરશે

ઉપરોકત ડિમોલિશનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ એ.જે.પરસાણા, આર.એન.મકવાણા તથા ટાઉન પ્લાનિંગ શાખાનો સમગ્ર સ્ટાફ અને બંદોબસ્તમાં વિજિલન્સ પોલીસ બ્રાન્ચના ડીવાયએસપી આર.બી.ઝાલા, પીએસઆઈ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

rajkot gujarat