રાજકોટના એક કલાકારે બનાવી હવામાં ઝૂલતી રંગોળી

23 October, 2014 04:08 AM IST  | 

રાજકોટના એક કલાકારે બનાવી હવામાં ઝૂલતી રંગોળી


જમીનથી ત્રણ ફૂટ ઊંચે, કોઈ જાતના આધાર વિના ટકી રહેલી રંગોળી રાજકોટના પ્રદીપ દવેએ બનાવી છે. પ્રદીપ દવે આ રંગોળી પર ઘણા સમયથી પ્રયોગો કરતા હતા, જેમાં તેમને આ વર્ષે સફળતા મળી છે.

સરકારી નોકરી કરતા પ્રદીપ દવેને નાનપણથી જ રંગોળીનો શોખ હતો એટલે એ રંગોળી સાથે ભાત-ભાતના અખતરાઓ કર્યા કરતા, પણ છેલ્લા સાત મહિનાથી તે હવામાં ઝૂલતી રંગોળી બનાવવાનો પ્રયોગ કરતા હતા. હવામાં ઝૂલતી આ રંગોળી કઈ રીતે બની એ વિશે તો પ્રદીપ દવે કોઈ ફોડ નથી પાડતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની રંગોળી બનાવવામાં માત્ર સાયન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાયન્સના કેટલાક પ્રયોગોના આધારે આ રંગોળી હવામાં ઝૂલી રહી છે.

પ્રદીપ દવેની આ રંગોળી ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટની છે. તેમણે આ રંગોળીમાં ભરતકામ કરેલું બેસવાનું આસન બનાવ્યું છે.

તસવીર: ચિરાગ ચોટલિયા