રાજકોટઃ ભાજપના વધુ એક ધારાસભ્ય પર લાગ્યો મહિલા સાથે અભદ્ર વર્તનનો આરોપ

08 June, 2019 06:14 PM IST  |  રાજકોટ

રાજકોટઃ ભાજપના વધુ એક ધારાસભ્ય પર લાગ્યો મહિલા સાથે અભદ્ર વર્તનનો આરોપ

રાજકોટઃ ભાજપના વધુ એક ધારાસભ્ય પર લાગ્યો મહિલા સાથે અભદ્ર વર્તનનો આરોપ

પાણીની સમસ્યાને લઈને આવેલી મહિલાને ભાજપના ધારાસભ્યએ લાત મારી હોવાની વાત શાંત નથી થઈ ત્યાં જ રાજકોટથી ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સામે એક મહિલા કમેન્ટેટરે અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

રાજકોટ પૂર્વથી ધારાસભ્ય અરવિંદ રૈયાણીને કોઈ કામથી મળવા આવેલી મહિલા કમેન્ટેટરનો વાંક માત્ર એટલો જ હતો કે તેમણે અરવિંદને રૈયાણીને બદલે પટેલથી સંબોધન કરી દીધું. બસ પછી તો શું હતું નેતાજીના સમર્થક અને ભાજપના નેતાઓએ મળીને મહિલા સાથે ધક્કા મુક્કી કરી અને ત્યાંથી કાઢી મુકી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. જ્યારે આ બધુ થઈ રહ્યું હતું ત્યારે ખુદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ત્યાં હાજર હતા અને સમર્થકો અને કાર્યકર્તાઓને રોકવાના બદલે તેમને ઉકસાવી રહ્યા હતા. જો કે મીડિયામાં મામલો સામે આવતા જ અરવિંદ રૈયાણી બચાવની મુદ્રામાં આવ્યા અને કહ્યું કે જાહેર જીવનમાં ઘણીવાર ભૂલ થઈ જાય છે અને હું તે માટે મહિલાની માફી માંગુ છું.

રૈયાણીનું કહેવું છે કે તેમની પાર્ટી અને નેતાઓએ જે સંસ્કાર આપ્યા છે તેમાં મહિલાઓનું સન્માન સૌથી ઉપર છે, મહિલા સાથે જે પણ થયું તેના માટે હું માફી માંગું છું અને બીજી વાર કોઈ મહિલા સાથે આવું નહીં થાય. બીજી તરફ પીડિતાનું કહેવું છે કે તેની સાથે જે વર્તન થયું તે ખૂબ જ ગંદુ અને મહિલાની ગરિમાની વિરુદ્ધમાં હતું. પરંતુ તેમના માતા હૉસ્પિટલમાં ભરતી હોવાની તે કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી પડવા માંગતી.

આ પણ વાંચોઃ અમદાવાદ : સોશિયલ મીડિયામાં છોકરીને હેરાન કરનાર યુવકની ધરપકડ

મહત્વનું છે કે ગયા રવિવારે પાણીની સમસ્યાને લઈને આવેલી એક મહિલાને અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીના સમર્થકોએ માર માર્યો હતો. જેને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. બાદમાં બલરામે મહિલાને રાખડી બાંધીને સમજૂતી કરી લીધી હતી.

rajkot Gujarat BJP gujarat